miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

Super Bowl પછીનાં, શરીર સ્વાસ્થ્યનાં TOUCHDOWN ઉખાણા !

Posted by વૈશાલી & કુલદીપ on February 8, 2011

Super Bowl જોતા-જોતા ચટ્કાવેલી ભારે મિજબાનીઓ પછી, હવે માણો શરીર સ્વાસ્થ્ય નાં TOUCHDOWN ઉખાણા !

(Courtesy – Nimish and Jolly Pathak of Canton, MI)

  • ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ અને તલ ભલા, ચોમાસે અજમો, લસણ ભલા પણ, બારે માસ ત્રિફલા ભલા.
  • ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન, શાકાહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.
  • રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી, મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
  • હિંગ,  મરચું અને આમલી, સોપારી અને તેલ, શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
  • આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર, શ્વાસ,  શરદી, અને  વેદના,  ભાગે  તેના જરૂર.
  • ખાંડ, મીઠું  અને સોડા,  એ ત્રણ સફેદ ઝેર કહેવાય, નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
  • ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય  દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય
  • લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો, સેવન કરો જો  મારું તો,  પિત્ત ને મારું  હું લાતો.
  • ચણો કહે:  હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય, ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો  થાય.
  • મગ કહે:  હું લીલો દાણો અને  મારે  માથે ચાંદુ, જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ
  • કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,  રસ જો પીએ  મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી
  • આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
  • લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ  ગુણ છે પુરા વીસ
  • ઉનાળો જોગીનો,  શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું, શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: