miGujarat.com

મિશિગન નાં ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં પ્રયત્નશીલ … સાદું સરળ છાપું !

Archive for the ‘Creative ઝરૂખો ::’ Category

Article: Katha Saar (Shrimad Bhagwat Katha, Troy) – Kuldip Bhatt’s scratchpad notes

Posted by વૈશાલી & કુલદીપ on જૂન 17, 2011

miGujarat.com નાં કુલદીપ ભટ્ટ નાં જય શ્રી કૃષ્ણ ! મિત્રો, While accompanying Pujya Bhaishri Rameshbhai Oza on keyboard, at Shrimad Bhagwat Katha (June 4, 2011 to June 12, 2011), I had captured some points/quotes being discussed (as time permitted between playing music), for my personal reference. Some friends asked for a copy and they then shared it with their other friends via email forwards. So I thought it may be of good value to share with miGujarat.com readers. Note – These details are from my rough scratchpad, and I might have made errors in writing or typing (अतः कृपया क्षम्यताम् in advance!). Just sharing for your reading pleasure !

Kuldip’s scratchpad notes from …

Shrimad Bhagwat Katha Day ONE
==============================

  • तुमहारी दुनिया तुमहारी इच्छा से बनती है.
  • भक्ति हमारे लिए time pass activity हो गई है. For many of us these days, Bhakti has become an activity that can be done when one has some free time.
  • If someone says God is not logical. It is true. God is beyond logic.
  • Let your emotions follow thoughts in your domestic life. Let your thoughts follow emotions in your spiritual life.
  • व्यवहार में बुध्धि को आगे रखो और मन follow करे. आध्यात्म में (धर्म में) मन को आगे रखो और बुध्धि follow करे.
  • माहत्म्य = importance
  • जिसमे ‘महत्व बुध्धि’ होती है, उसमे प्रेम होता है.
  • जीवन में emotions ज़रूरी है. जीवन minus emotions = Black & White movie
  • हमेशा सबको सारी बाते कह नहीं सकते. पहेले सामनेवाले की योग्यता देखनी चाहिए.

CLICK to OPEN (PDF) entrie NINE DAYS of Katha Saar – (Shrimad Bhagwat Katha, Troy)

Looking for CD/DVD set of the Katha? Contact The Bharatiya Temple of Troy – www.Bharatiya-Temple.org

Advertisements

Posted in Community ::, Creative ઝરૂખો :: | Leave a Comment »

ગજા બહાર નું કામ કરો તો – ‘કવિ રાજ’ ઠક્કર (from Canton)

Posted by વૈશાલી & કુલદીપ on એપ્રિલ 8, 2011

Michigan USA ના નવા poet રાજ (જેમને આપણે આજ થી નવું નામ આપીએ – ‘કવિ રાજ’) ઠક્કર નો સમાવેશ અમેરિકા ના ઉગતા કવિઓ માં ઓફિશિયલી આજ રોજ થાય છે ! 🙂 રાજ ‘નારાજ’ ઠક્કર, વૈશાલી અને મારી સાથે કોલેજ કાળ માં અમદાવાદ માં સાથે હતા, અને ૧૩ વર્ષ પછી એક દિવસ અચાનક ફિલ્મી ઢબે, પીયુષભાઈ દવે – Your Reliable Realtor ના reliable connection થઇ, ફરી ભેળા થઇ ગયા ! રાજ “કવિ રાજ” ઠક્કર હાલમાં Ford Motor Company માં Information Technology specialist છે. Canton નગરી, જ્યાં Michigan ગુજરાતીઓ ની સૌથી ભારે વસ્તી છે એવું કહેવાય છે, ત્યાં ‘કવિ રાજ’ ઠક્કર પણ વસે છે !! પ્રસ્તુત છે એમની આ જરા हटके રચના …

 

ગજા બહાર નું કામ કરો તો …

ગજા બહાર નું કામ કરો તો લોચા લપસિ થાય !
લોચા વાળા કામ કરો તો ખિસ્સા ખાલી થાય !
સમજવા જેવી વાત કરું છું સાંભળો મારા ભાઈ !
ભાત-ભાત ની વાત-વાત માં જીવન સચવાઈ જાય !

ગામ ને પાદર કુવે પાણીના Filter ના બંધાય !
બાજરી ના રોટલા ની ઉપર Ketchup ના છંટાય !
ગજા બહાર નું …

જોડકણાં જેવી પાંચ પંક્તિ ને કવિતા ન કહેવાય !
Karaoke ના ટ્રેક ઉપર ધ્રુપદ-ધમાર  ન ગવાય !
ગજા બહાર નું …

Executive હોય ભલે તું ઓફીસ માં ઓ સાહેબ !
પણ પત્ની પાસે મારો બેટો તું રામો થઇ મલકાય !
ગજા બહાર નું …

નગદ ભગત કંજૂસો અંતે ઠન-ઠન ગોપાળ થાય !
‘હાય હાય પૈસો’ કરતા સ્વર્ગે જંતર વગાડતા જાય !
ગજા બહાર નું …

દુનિયા નું બધું જ્ઞાન “કવિ રાજ” માનવ ને થઇ જાય
તો ભગવાન ને એ ખિસ્સામાં મૂકી રાગ મલહાર ગાય !
ગજા બહાર નું …

– “કવિ રાજ” ઠક્કર

Posted in Creative ઝરૂખો :: | Leave a Comment »

“અભિનવ અમદાવાદ” નવા અમદાવાદ ની નવી કવિતા (વૈશાલી અને કુલદીપ ભટ્ટ)

Posted by વૈશાલી & કુલદીપ on એપ્રિલ 6, 2011

February 26, 2011 ના રોજ અમદાવાદે ૬૦૦ વર્ષ પૂર્ણ કર્યા ! ૬૦૦ વર્ષ !! એટલે કે અમદાવાદ નોર્થ અમેરિકા કરતા પણ ઉમર માં મોટું …અને તોએ બનતું દિવસે-દિવસે નવું !! અમદાવાદીઓ માટે આજ ની તારીખમાં જેટલું અમદવાદ નું જુનું city (walled city) મહત્વ નું છે, એટલું જ ‘નવું’ અમદાવાદ પણ મહત્વ નું છે! પ્રસ્તુત છે નવા અમદાવાદ ઉપર એક નવી કવિતા -“અભિનવ અમદાવાદ”.

અભિનવ અમદાવાદ

ષષ્ઠ શતિએ વંદન તુજને અભિનવ અમદાવાદ
હૈયું જાણે ગુજરાત નું, મહાનગર અમદાવાદ
રાષ્ટ્ર ની નવરચના માં અગ્રીમ અમદાવાદ
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ

BRTS ની દ્રુતગતી થી વિકસતું અમદાવાદ
Flyovers થી સુશોભિત, નવનિર્મિત અમદાવાદ
S.G., C.G., અને Satellite પર જળકે અમદાવાદ
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ

ગાંઠિયા, મઠો ને દાળવડા ચટ્કાવે અમદાવાદ
કાંકરિયા ને વસ્ત્રાપુર ની Picnic અમદાવાદ
Multiplex ને Shopping Mall ની રંગત અમદાવાદ
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ

ભારતીય પ્રબંધ સંસ્થા (IIM) નું અધિષ્ઠાન અમદાવાદ
ISRO થી અંતરીક્ષ નું અભિયાન અમદાવાદ
NID, Nirma, CEPT નું પ્રતિષ્ઠાન અમદાવાદ
ભવ્ય અને ભાતીગળ, Hot-n-Happening અમદાવાદ

– વૈશાલી અને કુલદીપ ભટ્ટ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

We are celebrating Gujarat Day 2011 in Michigan.
In the April 30 – Sambhaarna concert, also experience
a musical celebration of Amdavad’s 600th anniversary.
You can Buy Tickets Online

Posted in Community ::, Creative ઝરૂખો :: | Leave a Comment »

ડુંગળી – The Hot and Happening!

Posted by વૈશાલી & કુલદીપ on ફેબ્રુવારી 25, 2011

ભલે અમારી જેવા ઘણા ડુંગળી / લસણ વગર નું જમણ જમતા હોય, પણ ડુંગળી કહો કે કહો પલાંડું, પ્યાજ, સુંકુદક, તીક્ષ્ણકંદ, કાંદો, ડૂંગળી, કૃષ્ણાવળી (wikipedia પ્રમાણે) કે પછી રેશમપત્તી … ડુંગળી વગર નું સામાન્ય જીવન ઘણું અઘરું થઇ પડે ! અને એમાય હાલ માં તો ડુંગળી નાં ભાવ ને લીધે ગુજરાત માં ડુંગળી most hot and happening કોમોડીટી છે ! પ્રસ્તુત છે Kundanben Sata તરફ થી ફોરવર્ડ થએલો એક સુંદર આર્ટીકલ.

Autobiography of ONION – ડુંગળીની આત્મકથા (Courtesy – Kundanben Sata)

ભગવાને પ્રસન્ન થઇને કહ્યું કે કલિકાલમાં જ્યારે ૨૦૧૧ની સાલ શરૂ થશે ત્યારે જે લોકો તને જમીન ઉપર રાખી મુક્કો મારીને તારો ભુક્કો બોલાવતા એ જ લોકો તને સોનાની જેમ ખરીદશે. હીરાની જેમ સાચવશે. કિનખાબની જેમ કાપશે અને સૂકામેવાની જેમ આરોગશે.

મારું નામ ડુંગળીબહેન ઉર્ફે કાંદાકુમારી છે. મને હિન્દીમાં પિયાઝબાનુ તથા અંગ્રેજીમાં મિસ ઓનિયન કહેવામાં આવે છે. જે રીતે રાધા અને કૃષ્ણ બંને પતિ-પત્ની નથી છતાં બંનેનાં નામ સાથે બોલાય છે તેમ હું લસણના બાબલાની બા નથી છતાં ડુંગળીલસણ સાથે બોલાય છે.

જેમ કળિયુગના નેતાના અનેક રંગ જોવા મળે છે તેમ હું પણ લીલો, લાલ, સફેદ અને વાદળી જેવા વિવિધ રંગોમાં દર્શન આપું છું અને આઇ.પી.એલ.ના ક્રિકેટરોની માફક નાની-મોટી સાઇઝમાં વેચાતી રહું છું. જે રીતે પ્રભુને હૃદયમાં પધરાવવા માટે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એમ ત્રણ માર્ગ છે તેમ પિયાઝને પેટમાં પધરાવવા માટે કાચી, બાફેલી અને વઘારેલી એમ ત્રણ માર્ગ છે.

મારા વગર માણસને ચાલે નહીં એવું નથી કારણ કે એકપણ જૈન મારા અભાવથી અરિહંતશરણ પામ્યો હોય કે એકપણ સ્વામિનારાયણ સત્સંગી મારા વિયોગે અક્ષરધામમાં ગયો હોય એવું થયું નથી પણ મારી એક વાત તો આખી દુનિયાને માનવી પડશે કે મારા અને લસણના આવવાથી ભોજનના સ્વાદમાં જબરો ફરક પડે છે અને અમારા બંનેમાં દુર્ગંધના અવગુણ સાથે સદગુણ પણ છે એમાં શંકા નથી.

જૂના જમાનામાં મારી કોઇ આબરૂ નહોતી. એનો અર્થ એવો નથી કે હું બદચલન હતી પણ કળિયુગમાં વ્યક્તિ કે વસ્તુના મૂલ્ય કરતાં એની કિંમતનું વધુ મહત્વ હોય છે અને મારી કોઇ કિંમત નહોતી. ભૂતકાળમાં કોઇ ખેડૂત મને ગાડામાં ભરીને જતો હોય અને કોઇ હંગરટચ એટલે કે ભૂખને અડી ગયેલો માણસ ખેડૂતની મંજૂરી વગર ચાલુ ગાડાએ મારા બે-ચાર નંગ બથાવી લે અને ખેડૂત જોઇ જાય તો ગાડું ઊભું રાખ્યા વગર એટલું જ કહેતો કે હે લુખ્ખેશકુમાર તું ડુંગળી તો ચોરી જાય છે પણ એને કોની સાથે ખાઇશ? કારણ કે જે ચાલુ ગાડે ડુંગળી-ચોરી કરે તેની પાસે રોટલાનો વેંત ન હોય એવી માન્યતા હતી, પરંતુ અત્યારે ગાડામાં ખુલ્લેઆમ ડુંગળી લઇ જવી એ જોખમ ગણાય અને ડુંગળીની ચોરી કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો ગણાય છે.

ભૂતકાળમાં મારી વેલ્યૂ ન હોવાથી મને વેલ્યૂએબલ વિચાર આવ્યો કે મારે ભગવાનને ફરિયાદ કરવી જોઇએ કે તું મુનીમમાં પણ ન ચાલે એવા માણસને મંત્રી બનાવી શકે અને ત્યારબાદ એ મંત્રી પાસે કરોડોનાં કૌભાંડ કરાવીને મંત્રીની બોતેર પેઢીને તારી શકે તો મારી ઉપર કૃપા કેમ કરતો નથી? પ્રધાનમાં તો અઢાર અવગુણો હોય છે જ્યારે પિયાઝમાં તો ગંધ સિવાય કોઇ અવગુણ નથી.

પછી મને વિચાર આવ્યો કે મારાથી પ્રભુના પગ સુધી પહોંચાશે નહીં કારણ કે ભક્તો ભગવાનને બધું ધરાવશે પણ ક્યારેય ડુંગળી ધરાવશે નહીં. ત્યાં મારા અંતરમાં અવાજ આવ્યો કે અહલ્યા કે શબરી ક્યાં મંદિર સુધી ગયાં હતાં? શ્રદ્ધા અને ભક્તિથી પલાંઠી વાળનારને મંદિર સુધી જવાની જરૂર નથી પરંતુ મોરારિ ખુદ સામે ચાલીને ભક્તની પલાંઠી સુધી પહોંચી જતો હોય છે.

હું અનેકની આંખમાં આંસુ લાવી છું પણ મારી આંખમાં આંસુ જોઇને આશુતોષ ઊભા થઇ ગયા અને મારી દુર્ગંધે દુર્ગંધે મારા સુધી પહોંચી ગયા. ભલે હું મંદિર સુધી પહોંચી ન શકી પણ મહામૂલા મંદિરમાં રહેનારો દેવ મારી ઝૂંપડીએ આવ્યો એટલે હું ભાવવિભોર બનીને પ્રભુના પગમાં પડી અને બોલી કે તમારા ચરણમાં સ્થાન મળે એવી એકપણ લાયકાત મારી અંદર નથી. ત્યારે મંદમંદ મુસ્કાઇને મોહન બોલ્યા કે હું એવું માનતો નથી, કારણ કે જગતમાં જે કાંઇ દેખાય છે તે જગદીશનું સર્જન છે અને સર્જકને મન પોતાનું દરેક સર્જન સરખું જ વહાલું હોય છે માટે હે ડુંગળી, હું તારા ઉપર પ્રસન્ન થયો છું-અત્યારે તું જે માગીશ તે હું તને આપીશ.

આ સાંભળીને મેં સજળ નયને શામિળયાને કહ્યું કે આપે જે પછાત હતા એમનો પણ ઉદ્ધાર કર્યો અને એમની લાયકાત કરતાં પણ વધારે આપ્યું છે માટે કંદમૂળમાં પછાત મારા જેવી અબળાનો પણ ઉદ્ધાર કરો. ભગવાને તરત જ પ્રસન્ન થઇને કહ્યું કે કલિકાલમાં જ્યારે ૨૦૧૧ની સાલ શરૂ થશે ત્યારે તું ભલે કાયમ ડાઉન ટુ અર્થ જીવી હોય અને અન્ડર ધ અર્થ જન્મી હોય પણ તારો ભાવ આસમાનને અડકી જશે.

ભૂતકાળમાં લોકો તને જમીન ઉપર રાખી તને મુક્કો મારીને તારો ભુક્કો બોલાવતા એ જ લોકો તને સોનાની જેમ ખરીદશે. હીરાની જેમ સાચવશે. કિનખાબની જેમ કાપશે અને સૂકામેવાની જેમ આરોગશે. કળિયુગમાં નેતાઓ માટે એમ કહેવાશે કે ચૂંટણીમાં જે દારૂ પીવડાવે તે જીતે, પરંતુ ૨૦૧૧ પછી એમ કહેવાશે કે જે ડુંગળી ખવડાવે તે જીતે, તથાસ્તુ.

Posted in Creative ઝરૂખો :: | Tagged: , | 1 Comment »

યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૧)

Posted by વૈશાલી & કુલદીપ on ફેબ્રુવારી 19, 2011

આવતા થોડા અઠવાડિયાઓ નાં અંતરે miGujarat.com ઉપર રજુ કરીશું નવા articles ની એક mini-series, જેનો વિષય છે “યશ-યાત્રા ગુજરાતની – પ્રાચીન પાટનગરો” – ગુજરાત ની પ્રગતિ નો આધાર-સ્થંભ બનેલા શહેરો ઉપર ની historic insights અને milestones ની સંક્ષિપ્ત રજૂઆત. પ્રસ્તુત છે આ આર્ટીકલ્સ શ્રેણી નો ભાગ – ૧.  (લેખક – વૈશાલી અને કુલદીપ ભટ્ટ)

યશ-યાત્રા ગુજરાતની: પ્રાચીન પાટનગરો (ભાગ – ૧)

એક સહજ પ્રશ્ન થાય, ગુજરાત ની આ સાંસ્કૃતિક યાત્રા ક્યાં થી આરંભ થઇ? ગુજરાતની પ્રાચિનતમ રાજકીય રાજધાની કઈ હશે ?

આર્ટીકલ શરૂ કરીએ એક કવિતા થી, જે ગુજરાત ના પાટનગરો નાં નામ સૂચવે છે:

કૃષ્ણ એ શોધ્યો આ ધરતી નો છેડો,
જ્યાં સમયે વસાવ્યો આ ગુર્જરો નો નેસડો
આ ગિરનારી શિખરો, આ અફાટ રણ પ્રદેશો
જલધિ ના ઘૂઘવતા પાણી, આ નરસિંહ ની અભિનવ વાણી
ગાંધી ની લાકડીએ આંકી, આ ભૂમિ ની શેરીઓ સાંકડી
અનેક જોયા પ્રલયો, અનેક ધરતી કંપો
ન તુટ્યો આત્મવિશ્વાસ, ન ખૂટી ગુર્જર શક્તિ
જીર્ણગઢ થી શરુ થઇ આ યાત્રા, વલયી માં વિહારી
પટ્ટન માં થઇ અલંકૃત, અમદાવાદ માં પ્રતિષ્ઠિત થઇ

ગુજરાત નાં ૫૦ વર્ષ પુરા થયા. આ ૫૦ વર્ષ ની ઉજવણી અનેક સ્વરૂપે થઇ. આ સાથે જ અમદાવાદને ૬૦૦ વર્ષ પૂરા થયા. અમદાવાદીઓ હરખાયા અને હર્ષોલ્લાસ થી ગુજરાત ની સાંસ્કૃતિક રાજધાની ને નવાજી લીધી. આપણે આપણાં સ્વભાવ મુજબ પ્રસંગ ને નામે મજા કરી લીધી. પણ આ સમયે એક સહજ પ્રશ્ન થાય, ગુજરાત ની આ સાંસ્કૃતિક યાત્રા ક્યાં થી આરંભ થઇ? ગુજરાતની પ્રાચિનતમ રાજકીય રાજધાની કઈ હશે ? સૌથી પહેલો વિચાર આવે પાટણ? જરા આગળ વિચારીએ ? દ્વારિકા હશે કે ગિરિનગર (જુનાગઢ), કદાચ એ હકીકત ઇતિહાસમાં સ્પષ્ટ નથી. પરંતુ જુનાગઢ એ ગુજરાત ની પ્રાચિનતમ મહાનગરી માં નું એક રહ્યું છે, એ નિર્વિવાદ છે.

ભારત નાં અતિ પ્રાચીન ગ્રંથો, પુરાણો, જૈન સાહિત્ય (વિવિધતીર્થકલ્પ) માં રૈવતક પર્વત પાસે ની દ્વારવતિ નગરી અને રૈવતક (ઉર્જયત) ની તળેટી માં વસેલું ગિરિનગર, એનું વર્ણન વારંવાર જોવા મળે છે. આ જ રૈવતક (આજનો ગીરનાર) ની પાસે ચંદ્રગુપ્ત મૌર્ય એ (ઈ.સ. પૂર્વ ૩૨૨ માં) ગિરિનગર ની સ્થાપના અને વિકાસ માટે કાર્ય કર્યું હોય તેવા પુરાવા મળે છે. ચંદ્રગુપ્ત નું સૌરાષ્ટ્ર – આનર્ત (Gujarat) નું અધિષ્ઠાન એવું ગિરિનગર સમ્રાટ અશોક (ઈ. પુ. ૩૨૨-૨૩૭), ક્ષત્રપો (ઈ. સ. ૧૦૦ – ૪૦૦), કુષાણો અને ગુપ્ત વંશ નાં  શાસન કાળ દરમ્યાન પણ રાજધાની નું સ્થાન જાળવી શક્યું હતું.  ગિરિનગર નાં વિકાસ અને મહત્તા નો પરિચય આપે તેવા અતિ વિશાળ સુદર્શન તળાવ, અશોક નાં શીલા લેખ અને ગીરીદુર્ગ બંધાયો હોવાના અનેક પુરાવા મળી આવે છે. સમય નાં ચક્ર દરમ્યાન, આજ ગીરીનગર સૌરાષ્ટ્ર માં યવનો ની રાજધાની બન્યું હતું. આ સમયે ગિરિનગર નું બીજું નામ “યવનગઢ” (યવન = Greek) પડ્યું હોવાની સંભાવના german scholar Prof. Lassen (જર્મન વિદ્વાન પ્રો. લાસેન) આપે છે. તેમના મતાનુસાર “યવનગઢ” સમય જતા “જૂનાગઢ” તરીકે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત જૂનાગઢ નો ઉલ્લેખ જૈન (જીનભદ્રસુરી) સાહિત્ય અને અન્ય ઈતિહાસ ગ્રંથો માં “જીર્ણદુર્ગ”, “જીર્ણગઢ”, “ઉગ્રસેનગઢ”, “ખેંગારગઢ” જેવા નામો થી પણ થયો છે.

ચંદ્રગુપ્ત મૌર્ય પછી લગભગ ૭૫૦ વર્ષ સુધી જૂનાગઢ સૌરાષ્ટ્રમાં સત્તા નું કેન્દ્ર બની રહ્યું હતું. આ વર્ષો દરમ્યાન જૂનાગઢ ઘણી કુદરતી આપત્તિઓનો ભોગ બન્યું હશે તેવા સ્પષ્ટ પુરાવા છે. સુદર્શન તળાવ નો બંધ તૂટવા નાં અને તળાવ ફરી બન્યા નાં કિસ્સાઓ શીલા લેખો માં વિસ્તાર થી રજુ થયા છે. ચંદ્રગુપ્ત ના સમય માં પુષ્યમિત્ર ના બંધાવેલા સુદર્શન તળાવ ને મહાક્ષત્રપ રુદ્રદામાં (ઈ.સ. ૧૫૦) એ ફરી બંધાવ્યું.  (Pushyamitra was a rich trader, who got Sudarshan project approved from Chandragupta and built Lake Sudarshan. In today’s world we may call – Sudarshan Lake construction project sponsored by a corporate house.)

જૂનાગઢ મૈત્રક કાળ માં (ઈ.સ. ૪૦૦ પછી) રાજધાની નું પદ ગુમાવે છે. પરંતુ ચીની પ્રવાસી યુ એન ચાંગ (ઈ.સ.૬૫૦) ની નોંધ મુજબ “સોરઠ”નું આ નગર એનું સાંસ્કૃતિક અને વ્યાપારી મથક હોવાનું મહત્વ જાળવી શક્યું હતું.

ગુજરાતનાં સોલંકી યુગ (ઈ.સ. ૯૦૦ પછી) નાં ઈતિહાસ માં જૂનાગઢ નાં અનેક ઉલ્લેખો મળે છે. ચંદ્રગુપ્ત નાં સમય માં બંધાએલો દુર્ગ સોલંકી કાળ સુધી માં ઘણી વાર જીર્ણોદ્ધાર (ફરી બંધાયો) પામ્યો હતો. જૂનાગઢ નો આ ગીરીદુર્ગ અથવા આજ ની પ્રચલિત ભાષા માં ઉપરકોટ આજે પણ એના ભવ્ય ભૂતકાળ ની સાક્ષી પૂરે છે. રા. ખેંગાર નો આ ગઢ ૧૨ વર્ષ સુધી સોલંકીઓ નાં હુમલાને રોકી શક્યો હોવાની વાત પ્રચલિત છે. સોલંકી કાળ થી લગભગ સલ્તનત યુગ સુધી જૂનાગઢ એ “ખેંગાર ગઢ” તરીકે પ્રચલિત રહ્યું હોય તેવી શક્યતા છે.

સોલંકી શાસન પછીના સમય માં જૂનાગઢ (ઈ.સ. ૧3૦૦ પછી) ગુજરાતી ભાષા, કૃષ્ણ ભક્તિ, ભક્તિ આંદોલન નું કેન્દ્ર સ્થાન બની રહ્યું હશે. નરસિંહ મહેતા ની કર્મ ભૂમિ બનેલા જૂનાગઢ ગુજરાતી ભાષા ની અપ્રતિમ સેવા બજાવી છે. શ્રી નરસિંહ મહેતા ઉપરાંત ગુજરાતી ભાષા નાં ઘણા આખ્યાનો અને પ્રબંધગ્રંથો નો વિકાસ જૂનાગઢ માં થયો હોવાની સંભાવના છે. ગુજરાત માં સલ્નત યુગ અને દિલ્હી માં મુઘલ શાસન ની સાથે જૂનાગઢ નું રાજકીય મહત્વ વિસરતું ચાલ્યું.

અંગ્રેજો નાં આગમન અને ભારત ની સ્વતંત્રતા નાં ઇતિહાસમાં જૂનાગઢ માટે એક નોંધ પાત્ર બનાવ બને છે. આ બનાવ તે જૂનાગઢ નું પાકિસ્તાન માં વિલિનીકરણ કરવાનો પ્રયત્ન. આ પ્રસંગ લગભગ સર્વ વિદિત છે. જુનાગઢ નો નવાબ સ્વતંત્ર ભારત માં થી પલાયન કરી ગયા પછી, જૂનાગઢ નાં દીવાને તત્કાલીન ભારત સરકાર નો સંપર્ક કરી જૂનાગઢને સ્વતંત્ર ભારત નો હિસ્સો બનાવ્યું હતું. જૂનાગઢ નાં આ દીવાન નો દીકરો સમય જતા પાકિસ્તાન નાં પ્રધાનમંત્રી ઝુલ્ફીકારઅલી ભુટ્ટો નાં નામે પ્રખ્યાત હતા. આજનું જૂનાગઢ એના ૨૩૦૦ વર્ષ નાં ઈતિહાસ ની સાક્ષી પુરાવે છે. જૂનાગઢ ની રોનક અને એની સોરઠી હાક ની શક્તિ હજારો વર્ષોથી કાયમ રહી છે. આધુનિક ગુજરાત માટે જૂનાગઢ એ સાસણ ગીર, ગીરનાર અને શહેરના પ્રાચીન ઈતિહાસ ને કારણે પર્યટન નું એક મહત્વ નું કેન્દ્ર છે. આ ઉપરાંત આધુનિક જૂનાગઢ માં Agriculture University, આધુનિક ઉદ્યોગો, આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ શહેરના વિકાસ માં અગ્રીમ સ્થાન ધરાવે છે.

જ્યારે પણ જૂનાગઢ જાઓ ત્યારે ગુજરાતની છેલ્લા ૨૩૦૦ વર્ષ ની પ્રગતિ નો આધાર સ્થંભ બનેલા આ શહેર અને તેના ઇતિહાસની નોંધ લઇ સોરઠ ની ભૂમિ ને પ્રણામ કરવાનું ભૂલશો નહીં !

(Our special thanks to B. J. Institute of Learning & Research, Amdavad, Gujarat)(નોંધ – આપ સૌ નાં સતત મળતા પ્રતિભાવો બદલ આભાર! જો આપને અથવા આપની સાથે રહેતા વડીલોને લખવાનો શોખ હોય (ગુજરાતી typing ન ફાવતું હોય તો પણ ..no problem) અને આપની કૃતિઓ અહીં વસતા ગુજરાતીઓ સાથે share કરવાની જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે અમને migujarat@gmail.com ઉપર ચોક્કસ સંપર્ક કરશો. આપણે છાપીશું! સૌ ને આનંદ થશે!)

Posted in Creative ઝરૂખો :: | 3 Comments »